- પ્લાસ્ટિકના વેસ્ટમાથી બનેલું જેકેટ પહેર્યુ પીએમ મોદીએ
- જાણો જેકેટની ખાસિયતો
દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર માટે રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પહેરેલું જેકેટડ ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાને જે જેકેટ પહેર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું જેને લઈને તે ચર્ચામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પીએમ મોદીને તે રજૂ કરવામાં આવ્યું હતું. જે વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાં બનાવવાની યોજના ધરાવે છે. તેને અનબોટલ્ડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે. આવો જાણીએ પીએમ મોદીના આ ખાસ જેકેટ વિશે.
બુધવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા પહોંચ્યા ત્યારે તેમણે આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. આ જેકેટની ખાસ વાત એ છે કે આ જેકેટ પ્લાસ્ટિકની બોટલ (PET)થી બનેલું છે. તે આ બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવે છે
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમને આ જેકેટ અર્પણ કર્યું હતું. આવી દસ કરોડ બોટલને રિસાઇકલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ જેકેટ પેટ્રોલ પંપના સહાયકને આપવામાં આવશે.