Site icon Revoi.in

પીએમ મોદી સંસદમાં પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનાવેલ જેકેટ પહેરીને પહોચ્યા

Social Share

દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર માટે રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પહેરેલું જેકેટડ ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાને જે જેકેટ પહેર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું જેને લઈને તે ચર્ચામાં આવ્યું છે.

પીએમનું સંબોધન બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની ધારણા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન આજે સંસદમાં ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે વડાપ્રધાનનું આ જેકેટ કાપડનું નથી, પરંતુ રિસાયકલ પ્લાસ્ટિકની બોટલોમાંથઈ બનાવ્યું છે જે પહેરીને પીએમ મોદીએ પર્યાવરણ રક્ષણનો એક સંદેશ આપ્યો છે તેમ કહીએ તો પણ ખોટૂ નથી,જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં વિશ્વને મદદ કરવા માટે ભારત દ્વારા વૈશ્વિક પહેલ ‘મિશન લાઈફ’ શરૂ કરવામાં આવી છે. તેને લોન્ચ કરતાં પીએમ મોદીએ કહ્યું કે મિશન લાઇફ લોકો તરફી ગ્રહની કલ્પનાને મજબૂત કરશે.આ સાથએ જ કહ્યું કે પ્લાસ્ટિકની બોટલોને યુનિફોર્મમાં રિસાયકલ કરવી એ એક સારી પહેલ છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પીએમ મોદીને તે રજૂ કરવામાં આવ્યું હતું. જે વેસ્ટ  પ્લાસ્ટિકની બોટલોમાં બનાવવાની યોજના ધરાવે છે. તેને અનબોટલ્ડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે. આવો જાણીએ પીએમ મોદીના આ ખાસ જેકેટ વિશે.

બુધવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા પહોંચ્યા ત્યારે તેમણે આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. આ જેકેટની ખાસ વાત એ છે કે આ જેકેટ પ્લાસ્ટિકની બોટલ (PET)થી બનેલું છે. તે આ બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવે છે

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમને આ જેકેટ અર્પણ કર્યું હતું. આવી દસ કરોડ બોટલને રિસાઇકલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ જેકેટ પેટ્રોલ પંપના સહાયકને આપવામાં આવશે.