- લાલ કૃષ્ણ અડવાણી 95 વર્ષના થયા
- પીએમ મોદી અને રાજનાથ સિંહ શુભેચ્છા પાઠવા નિવાસ સ્થાને પહોચ્યા
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ લાલ કૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાન પર પહોચ્યા હતા,આજે અજવાણીજી પોતાનો 95મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે આજના આ ખુશીના અવસર પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ રુબરુ જઈને તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે.તતેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક રહ્યા છે. અડવાણી દેશના ગૃહમંત્રી હતા અને નાયબ વડાપ્રધાન પણ રહી ચુક્યા છે.
તેજાન્યુઆરી 2008માં એનડીએએ અડવાણીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડવાની અને જો તેઓ જીતે તો તેમને વડાપ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી. આજે તેઓ 95 વર્ષના થયા છે. બંને નેતાઓ અડવાણીને મળ્યા તે દરમિયાનના કેટલાક ફોટો પણ સામે આવ્યા છે.બન્ને નેતાઓ એક સાથે બેસીને પરરસ્પર વાતચીત કરતા નજરે પડી રહ્યા છે.
પીએમ મોદી લગભગ 40 મિનિટ સુધી તેમની સાથે રહ્યા અને કેક કાપી બર્થડે સેલિબ્રેટ પણ કર્યો. આ સાથે જ રાજનાથ સિંહે અડવાણી સાથેનો ફોટો ટ્વિટ કર્યો હતો અને લખ્યું છે કે- ‘હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.’
જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીને ખૂબ જ ઉત્સાહ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે બન્ને વરિષ્ટ નેતાઓ એક ફેમમાં એક સાથે ખુશ દેખાઈ રહ્યા છે. તેમના જન્મ દિવસ પર પીએમ મોદીએ તેમને બુકે આપીને ખુશી વ્યક્ત કરી હતી