Site icon Revoi.in

પીએમ મોદી કર્ણાટકની મુલાકાતે ટાઈગર રિઝર્વ પહોંચ્યા,  વાઘની વસ્તીના આંકડા જાહેર કરશે

Social Share

દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસ પહોંચ્યા છે. તેઓ આજે રાજ્યના બાંદીપુર અને મુદુમલાલ ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા આવ્યા છે અહી તેઓ કંઈક અલગ લૂકમાં જોવા મળ્યા છે તેમના લૂકની ચર્ચાઓ છવાઈ છે.ટીશર્ટ કેપમાં પીએમ મોદીનો શાનદાર લૂક જોવા મળ્યો છે,વડાપ્રધાન મોદી રવિવારે સવારે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં તેમણે જીપ દ્વારા આખા રિઝર્વનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન પીએમ ખાસ ડ્રેસમાં દેખાયા હતા.

પીએમ અહીં વાઘને બચાવવા માટે 50 વર્ષ પહેલા શરૂ કરાયેલ પ્રોજેક્ટ ટાઇગરની વર્ષગાંઠ પર કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કરશે. આ સાથે તેઓ આજે દેશમાં વાઘની વસ્તીના આંકડા પણ જાહેર કરશે.

પીએમની  મુલાકાતને ધ્યાનમાં રાખીનેકડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય અધિકારીઓએ નેશનલ હાઈવે 181 પર વાહનોની અવરજવર પર પણ રોક લગાવી દીધી છે.દરેક લોકો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે.

વડા પ્રધાન મોદી આજે ચામરાજનગર જિલ્લાની સરહદે તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લેશે અને શિબિરના માહુતો સાથે વાર્તાલાપ કરશે. પીએમ વાઘ અનામતના ક્ષેત્ર નિર્દેશકો સાથે પણ વાર્તાલાપ કરશે.વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ સવારે જ બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત બાદ 11 વાગ્યાની આસપાસ વાઘની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરશે. મોદી ‘અમૃત કાલ’ઝ વિઝન ફોર ટાઈગર કન્ઝર્વેશન’ રિલીઝ કરશે અને ‘ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ (IBCA) પણ લોન્ચ કરશે.