- પીએમ મોદી વિતેલી સાંજે સિડની પહોંચ્યા
- અહી તેોનું ભવ્ય સ્વાગત કરાયું
- આજે તેઓ ભારતીય સમુદાયોને સંબંધોતિ કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી 3 દેશના પ્રવાસે છે ત્યારે તેઓ વિતેલી સાંજે ઓસ્ટ્રેલિયાના સિડની ખઆતે પહોંચી ચૂક્યા છએ અહી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ તેઓ સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત પણ કરશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં વડાપ્રધાન મોદી સિડની શહેર છે. ત્યાં તેમનું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ દ્વારા સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના લોકોએ દેશભક્તિના ગીતો ગાયા અને મોદી-મોદીના નારા લગાવ્યા.પીએમ મોદીના આગમનથી જાણે એરપોર્ટ પર ખુશીનો માહોલ છવાયો હતો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મંગળવારે સિડનીના ઓલિમ્પિક પાર્કમાં કુડોસ બેંક એરેનામાં વડાપ્રધાન માટે સામુદાયિક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે યોજાનાર આ સમારોહમાં ભાગ લેવા માટે 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદી માટે સામુદાયિક રિસેપ્શનનું આયોજન કરી રહ્યું છે. કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસ પણ સામેલ છે. પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરશે.
પીએમ મોદીના આજના કાર્યક્રમ વિશે વાત કરીએ તો પીએમ મોદી આગામી બે દિવસમાં ઓસ્ટ્રેલિયાના નેતાઓ-મંત્રીઓ , વેપારી સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરવાના છે આ સહીત તેઓ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન 24 મેના રોજ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવની શક્યતાઓ છે.
જો પીએમ મોદીના કાર્ય્કમની વાત કરીએ તો વવિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય જોડાણના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં સમાજમાં સંવાદિતા અને બંને સમાજોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના ભૂતકાળમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલાના મુદ્દે બંને નેતાઓ વચ્ચેની વાતચીતના મુદ્દે તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થશે તે અંગે અનુમાન લગાવવું મારા માટે યોગ્ય નથી.