દહેરાદૂનઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ઉતત્રાખંડની મુલાકાતે પહોંચ્યા છે,પીએમ મોદીએ પિથોરાગઢ પહોચ્યા હતા અહી તેમણે પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ પિથૌરાગઢમાં આશરે રૂ. 4,200 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે હેલિકોપ્ટર દ્વારા આદિ કૈલાસ પહોંચ્યા હતા. બેઝ કેમ્પ પર સેનાના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઝ કેમ્પથી વડાપ્રધાન મોદી રોડ માર્ગે પાર્વતી સરોવર સ્થિત શિવ મંદિર પહોંચ્યા હતા. અહીં રંગા સમુદાયના લોકોએ પીએમને પારંપરિક ડ્રેસ રંગા વ્યંથલા પહેરાવ્યા હતા
ત્યાર બાદ પીએમ મોદીએ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. PM મોદી આર્મી, ITBP અને BROની સાથે ગુંજી ગામની પણ મુલાકાત લેશે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે.
આજરોજ પીએમ મોદીએ ડમરુ વગાડીને ભગવાન શિવની પૂજા કરી હતી પૂજારીએ વડાપ્રધાનને ચાંદલો કર્યો આ પછી તેમણે મંદિરમાં શંખ વગાડીને પ્રાર્થના કરી. ડમરુ વગાડીને ભગવાન શિવની પૂજા કરી.
ત્યાર બાદ પીએમ મોદી વ્યુ પોઈન્ટથી આદિ કૈલાસની ભવ્યતા જોઈ. તેમણે અહીં બનાવેલા ધ્યાનસ્થળ પરથી તપ પણ કર્યું હતું. આ પછી ગુંજી જવા રવાના થયા. પીએમ ગુંજીમાં દલિત સમુદાયના લોકો સાથે વાતચીત કરશે અને સ્ટોલનું નિરીક્ષણ કરશે.