આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર
નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે.
આ દરમિયાન તેમણે લાભાર્થીઓને સંબોધિત કરતા ભગવાન રામ અને માતા શબરીનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે કેટલાક દિવસો બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામ પણ આપણને પોતાના ભવ્ય મંદિરમાં દર્શન આપશે અને મારું સૌભાગ્ય છે કે મને અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે મેં પણ 11 દિવસનું વ્રતન અનિષ્ઠાન કરવાનો સંકલ્પ લીધો છે. શ્રીરામનું ધ્યાન સ્મરણ કરી રહ્યો છું. જ્યારે તમે શ્રીરામનું સ્મરણ કરી રહ્યા છો. તમે જાણો છો કે જ્યારે તમે રામનું સ્મરણ કરશો, તો માતા શબરી યાદ આવવા સ્વાભાવિક છે. શ્રીરામની કથા માતા શબરી વગર શક્ય નથી.
તેમણે કહ્યુ કે જ્યારે રામ અયોધ્યાથી નીકળ્યા હતા, તો તેઓ રાજકુમાર હતા. પરંતુ તેઓ મર્યાદાપુરુષોત્તમ ત્યારે બન્યા જ્યારે માતા શબરી, નિષાદ રાજા કેવટનો સહયોગ મળ્યો. તેમના સહયોગ સાનિધ્ય, રાજકુમાર રામને પ્રભુ રામ બનાવી દીધા. રામ ત્યારે પ્રભુ બની શક્યા, જ્યારે તેમણે આદિવાસી માતા શબરીના બોર ખાધા.
आज की राज-कथा बिना गरीब, बिना वंचित, बिना वनवासी भाई-बहनों के कल्याण के संभव ही नहीं है। इसी सोच के साथ हम लगातार काम कर रहे हैं।
हमने 10 साल गरीबों को समर्पित किए। गरीबों को 4 करोड़ से अधिक पक्के घर बनाकर के दिए हैं।
जिनको कभी किसी ने पूछा नहीं, उनको मोदी आज पूछता भी है और… pic.twitter.com/sxIBylLNSG
— BJP (@BJP4India) January 15, 2024
આદિવાસીના વિકાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂકતા કહ્યુ છે કે ભગવાન રામે પોતાના ભક્તની ભક્તિના સંબંધને સૌથી મોટો કહો. આજની રાજકથા ગરીબ વગર, રાજસ્થાન વગર, વનવાસી ભાઈબહેનોના કલ્યાણ વગર શક્ય જ નથી. આ વિચાર સાથે અમે સતત કામ કરી રહ્યા છીએ. અમે 10 વર્ષ ગરીબોને સમર્પિત કર્યા. ગરીબોને ચાર કરોડથી વધારે પાક્કા મકાન આપ્યા છે. જેમણે ક્યારેય પુછયું નહીં, મોદી આજે પણ પુછે છે અને પૂજે પણ છે.
जय श्रीराम 🚩
अयोध्या, शत-शत नमन
रामागमन, रामागमन… pic.twitter.com/yEPLyXlzsF
— BJP (@BJP4India) January 15, 2024
પીએમ મોદીએ કહ્યુ છે કે મારા યુવાનભાઈબહેન ભલે દૂરવર્તી વિસ્તારોમાં રહેતા હોય. પરંતુ દૂરર્શિતા કમાલની હોય છે. આજે જાબ્તા સમાજ જોઈ અને સમજી રહ્યો છે કે કેવી રીતે અમારી સરકાર જનજાતીય સંસ્કૃતિ અને તેમના સમ્માન માટે કામ કરી રહી છે.