Site icon Revoi.in

UN મુખ્યાલયમાં PM મોદી બોલ્યાં: યોગ ભારતથી આવ્યો પરંતુ તેની ઉપર કોઈ કોપીરાઈટ નથી

Social Share

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં 180 દેશના સભ્યોએ પીએમ મોદી સાથે મળીને યોગ કર્યાં હતા. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિભાગીયોએ ભાગ લીધો હતો. યોગ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયી લોનમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિશ્વભરમાં યોગ અને ધ્યાનના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે યોગ દિવસ 2023 ની થીમ વસુધૈવ કુટુંબકમ માટે યોગરાખવામાં આવી છે. વસુધૈવ કુટુમ્બકમનો અર્થ છે- પૃથ્વી પરિવાર છે. આ થીમનો ઉદ્દેશ્ય એ છે કે પૃથ્વી પરના તમામ લોકોએ પરિવાર તરીકે સ્વાસ્થ્ય માટે યોગને અપનાવવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ ભારતમાંથી આવે છે. તમામ પ્રાચીન ભારતીય પરંપરાઓની જેમ, તે પણ જીવંત અને ગતિશીલ છે. યોગ જીવનનો એક માર્ગ છે. તે વિચારો અને કાર્યોમાં સાવચેત રહેવાની એક રીત છે. તે પોતાની જાત સાથે, અન્ય લોકો સાથે અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની રીત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે મનાવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકત્ર થયું હતું. બાજરી એક સુપરફૂડ છે. તેઓ એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ માટે પણ સારા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લગભગ નવ વર્ષ પહેલાં, મને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે સંયુક્ત રાષ્ટ્રને પ્રસ્તાવ આપવાનું સન્માન મળ્યું હતું. યોગ એ ભારતની વર્ષો જૂની પરંપરાઓમાંની એક છે. યોગ ભારતથી આવ્યો છે પરંતુ તેની ઉપર કોઈ કોપીરાઈટ નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને બધાને જોઈને ખુશ છું અને અહીં આવવા બદલ તમારો આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ થાય છે. યોગનો અર્થ છે જોડાવું જેથી તમે એકસાથે આવી રહ્યા છો તે યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે.