Site icon Revoi.in

PM મોદીએ ફોન કરીને CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની માહિતી લીધી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે જન જીવન પ્રભાવિત બન્યું છે. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી હતી. અને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી.

ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદને પગલે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરથી સંકટ છે. સૌથી વધુ નવસારી અને વલસાડ જિલ્લો વરસાદથી પ્રભાવિત થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. પીએમ મોદીએ ફોન કરીને રાજ્યમાં ભારે વરસાદને પગલે ઊભી થયેલી વિકટ સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર અતિવૃષ્ટિગ્રસ્ત સ્થિતિને નિપટવા માટે એનડીઆરએફ સહિત તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી.

 

#GujaratFloods #PMModi #ChiefMinisterBhupendraPatel #DisasterRelief #HeavyRain #FloodRelief #EmergencyResponse #GovernmentAssistance #NDRF #StateAssistance #RescueOperations #Weatherforecast #RainImpact #GujaratRelief #NationalSupport #FloodManagement #PublicSafety #GovernmentResponse #RainCrisis #FloodSafety