જ્યારે પીએમ મોદી એ અડધી રાત્રે વિદેશમંત્રી એસ જયશંકરને કર્યો હતો ફોન, મંત્રી એ તાજેતરમાં આ ઘટના યાદ કરી
- પીએમ મોદી એડધી રાતે વિદેશમંત્રીને કર્યો કોલ
- કોલ કરીને અડધી રાત્રે કરી ચર્ચા
દિલ્હીઃ- તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કની મુલાકાતે છે ત્યારે પીએમ મોદી સાથેની એક ઘટનાને યાદ કરી હતી,ન્યૂયોર્ક પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો.
અહીં એક કાર્યક્રમને સંબોધતા, તેમણે વિતેલા વર્ષે તાલિબાને સત્તા સંભાળ્યા પછી અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશન પર વડા પ્રધાન મોદી સાથેની તેમની મધ્યરાત્રિની ચર્ચાની પણ વાત કરી હતી.
વિદેશ મંત્રીએ 2016માં અફઘાનિસ્તાનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના સમયગાળાને યાદ કર્યો. “તે મધ્યરાત્રિનો સમય હતો અને અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં અમારા કોન્સ્યુલેટ પર હુમલો થયો અને અમે શું થયું તે જાણવા માટે અમારા ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા,” તેમણે કહ્યું. તેણે કહ્યું, ‘આ બધું ચાલી રહ્યું હતું અને તમે ફોન દ્વારા દરેકને માહિતી આપતા હતા. એ પછી મારો ફોન રણક્યો. જ્યારે પીએમ કોલ કરે છે, ત્યારે કોઈ કોલર આઈડી આવતું નથી. તેમનો પહેલો પ્રશ્ન હતો – તમે જાગ્યા છો?’
તે વખતે રાતના 12.30 વાગ્યા હતા, મેં કહ્યું હા સાહેબ હું જાગું છું, પછી પ્રધાનમંત્રીએ મને પુછ્યુ કે, તો શું તમે ટીવી જોઇ રહ્યા છો? અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે? મેં કહ્યું કે હુમલો થઈ રહ્યો છે, ભારતીયોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આના પર વડાપ્રધાને કહ્યું કે અચ્છા, જ્યારે બધું પતી થઇ જાય પછી મને કોલ કરજો.મેં કહ્યું હતું કે હજુ ત્રણેક કલાક લાગશે, બધુ ખતમ થઇ જાય તો હું તમારી પાસે આવીને માહિતી આપીશ.