Site icon Revoi.in

પીએમ મોદીએ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વેન ડેર લેયેન સાથે મુલાકાત કરી

Social Share

 

દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન સાથે  ખાસ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અધ્યક્ષને રાયસીના ડાયલોગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

વડા પ્રધાન મોદીએ ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી અને વેપાર, આબોહવા, ડિજિટલ ટેક્નોલોજી તેમજ લોકો-થી-લોકો સંબંધોના ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા સંમત થયા. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી હતી.આ સાથએ જ યુરોપિયન કમિશનના પ્રમુખે રશિયા અને ચીન વચ્ચે નો-બોર્ડર મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, રશિયા અને ચીને અનિયંત્રિત કરાર કર્યા

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની આ મુલાકાત વખતે રશિયન યુરોપિયન કમિશને જણાવ્યું કે યુક્રેનમાં જે થઈ રહ્યું છે તેની અસર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પડશે રશિયા અને યુક્રેનની સ્થિતિ પર તેમણે પીએમ મોદી સાથે ચર્ચાઓ કરી હતી અને તેની અસર વિશે વાત કરી હતી

પીએમ મોદીને મળ્યા બાદ લેયેને રશિયાની ટીકા કરી હતી અને કહ્રયું કે શિયાએ યુક્રેન પર કોઈ કારણ વગર હુમલો કર્યો છે. તેથી યુરોપિયન યુનિયન એ સુનિશ્ચિત કરશે કે યુક્રેન સામે રશિયાની ઉશ્કેરણી વિનાની અને ગેરવાજબી આક્રમકતા વ્યૂહાત્મક નિષ્ફળતા સાબિત થાય. તેમણે  વધુમાં કહ્યું કે રશિયાની આ બિનઉશ્કેરણીજનક આક્રમકતા યુરોપની સુરક્ષા માટે ખતરો છે.