Site icon Revoi.in

PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘી સાથે મુલાકાત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

Social Share

દિલ્હી :G-20 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધી સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મારિયો દ્રાધીએ રોમમાં પ્લાજ્જો ચિગી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને પણ મળશે.

G20 સમિટમાં PM મોદી કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર કેવી રીતે લાવવા તે અંગે ચર્ચા કરશે. રોમમાં તેમના આગમન પર વડાપ્રધાનનું ઇટાલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટાલીમાં ભારતના રાજદૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતથી પ્રસ્થાન પહેલા જારી કરાયેલા એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધીના આમંત્રણ પર 29 થી 31 ઓક્ટોબર દરમિયાન રોમ અને વેટિકન સિટીની મુલાકાત લેશે. આ પછી તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના આમંત્રણ પર 1 અને 2 નવેમ્બરના રોજ બ્રિટેનના ગ્લાસગોમાં રોકાશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,કોવિડ-19 મહામારી સામે આવ્યા બાદ તેઓ પ્રથમ વખત સમિટમાં પોતાની હાજરી ચિહ્નિત કરશે. તેમણે કહ્યું કે G-20ની બેઠક વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને મહામારી પછી સમાવિષ્ટ અને ટકાઉ રીતે અર્થતંત્રને મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે.