- પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ કરી મુલાકાત
- દેશ સામેના પડકારો બાબતે થઈ વાતચીત
- આ મામલે રાષ્ટ્રપતિ ભવનએ ટ્વિટ કરી જાણકારી આપી
દિલ્હીઃ-આજરોજદ ગુરુવારે વહેલી સવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડા પ્દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. સમગ્ર દેશમાં ચાલી રહેલા વર્માન મુદ્દાઓને લઈને આ બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ જેમાં હાલ કોરોના મહામારી મોખરે છે ,આ તમામ બોબતો અગેપીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
As the year 2020 draws to its end, Prime Minister @narendramodi called on President Ram Nath Kovind and briefed him on domestic and international affairs. They exchanged good wishes for the year 2021 which promises a brighter future for the people of India. pic.twitter.com/QOd2eDb8hc
— President of India (@rashtrapatibhvn) December 30, 2020
આ સમગ્ર બાબતે રાષ્ટ્રપતિ ભવન દ્વારા ટ્વીટર પર ટ્વિટચ કરીને જાણકારી આપવામાં આવી છે, તાજેતરમાં દેશમાં એકથી વધુ પડકારો જોવા મળી રહ્યો છે, એક તચરફ ચીન સાથેનો તણાવ તો બીજી તરફ વૈશ્વિક મહામારી કોરોનાની દહેશત, તો બીજી બાજુ પાકિસ્તાન સરહદે પોતોની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્ન કરી રહ્યું છે.
તો બીજી તરફ ખેડૂત આંદોલન પણ એક મોટી સમસ્યા બનીને સામે આવી છે, કેન્દ્ર સરકાર વચ્ચે સાતમાં રાઉન્ડની વાતચીત થઈ રહી છે. તો દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના કિસાન સંગઠનોએ હાલમાં સંસદમાં પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી. આ સમગ્ર બાબતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે વાત થઈ હતી.
આ સાથે જ આજે 2020નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે વડા પ્રધાને અને રાષ્ટ્રપતિએ એકબીજાને આવી રહેલા નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી .
સાહિન-