દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ફ્રાંસ અને યપુએઈની યાત્રા કરીને ભારત પરત ફર્યા છે ત્યારે પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્જવિટ કરીને આ આભાર દતાવ્ણાયો છએ.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારત અને ફ્રાન્સ એક એવું બંધન છે જે સમયને પાર કરે છે, આપણાં સહિયારા મૂલ્યોમાં પડઘો પાડે છે અને આપણાં સામૂહિક સપનાઓને પ્રગટાવે છે.
India and France…a bond that transcends time, echoing in our shared values and kindling our collective dreams.
I will always cherish my recent visit to France. Thank you my friend, President @EmmanuelMacron. https://t.co/R6rcvhMKoj
— Narendra Modi (@narendramodi) July 16, 2023
આ સહીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમની બે દિવસની ફ્રાંસ મુલાકાતને યાદગાર ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો. હું મારી તાજેતરની ફ્રાન્સની મુલાકાત શેર કરવા માંગુ છું.” મારા મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર.”
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાતની “સફળ” મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. મોદીએ શુક્રવારે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી.ફ્રાન્સ તરફથી પણ આ યાત્રાને સફળ ગણાવી છએ તો પીએમ મોદીએ પણ તેમની યાત્રાને યાદગાર ગણાવી છે.