- પીએમ મોદી નવા વર્ષથી શરુઆતમાં મુસ્લિમ દેશોની યાત્રા કરશે
- સંયૂક્ત અરબ અમીરાત અને કુવૈતની કરશે મુલાકાત
- વર્ષો બાદ બન્યા ગાઢ સંબંધો
દિલ્હીઃ- વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ વિદેશના સંબંધો ભારત સાથે સુધર્યા છે અને ગાઢ બન્યા છે, અનેક દેશોએ ભારત સાથે હાથ મિલાવ્યો છે, મોદી સરકારના અથાગ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે ત્યારે મુસ્લિમ દેશો સાથે પણ ભારતની ગાઢ મિત્રતા બનતી જઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022માં વિશ્વાસુ સહયોગી UAE અને કુવૈત સાથે તેમની વિદેશ યાત્રા શરૂ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 1 થી 10 જાન્યુઆરી વચ્ચે આ બંને દેશોની મુલાકાત લઈ શકે છે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના આમંત્રણ પર 2015 માં યૂએઈની તેમની પ્રથમ મુલાકાતથી, PM મોદીનું ધ્યાન સંપૂર્ણ રીતે અબુ ધાબી સાથેના સંબંધો સુધારવા પર છે. રવિવારે જ વિદેશ મંત્રી એસ. જયશંકર યૂએઈના પ્રવાસ પરથી પરત ફર્યા છે. યૂએઈ એ અમેરિકા અને ચીન પછી ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. જાન્યુઆરીની મુલાકાત પીએમ મોદીની યુએઈની ચોથી મુલાકાત હશે,
પીએમ મોદી એક્સ્પો 2020માં ભાગ લેવા માટે દુબઈ જશે, પરંતુ આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતની સાથે ઉભા રહેવા અને અહીં રહેતા ભારતીય નાગરિકોની કાળજી લેવા બદલ બંને સહયોગી દેશોનો આભાર માનવો રહશે. લગભગ 40 લાખ ભારતીય પાસપોર્ટ ધારકો યૂએઈમાં રહે છે, જ્યારે કુવૈતમાં આ સંખ્યા લગભગ 10 લાખ છે.
જો કે સત્તાવરા રીતે હજી મોદીના આ પ્રવાસની જાહેરાત થઈ નથી.પરંતુ એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2022ના પહેલા 10 દિવસમાં આ મુલાકાત કરી શકે છે. આ બંને દેશોને વિશેષ મહત્વ આપવાનું કારણ એ પણ છે કે બંને દેશો મધ્ય પૂર્વને લઈને ભારતની વિદેશ નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે.