Site icon Revoi.in

પીએમ મોદી યૂકેના ક્લાઈમેટ ચેન્જ ગ્લાસગો સીઓપી-26  કોન્ફોરન્સમાં લઈ શકે છે ભાગ, 31 ઓક્ટોબરથી થશે આરંભ 

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્લાઇમેટ ચેન્જ પર યુકેના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સીઓપી 26 કોન્ફરન્સમાં હાજરી આપી શકે છે. આ કોન્ફરન્સનો આરંભ 31 ઓક્ટોબરથી થનાર છે જે આવનારી 11 નવેમ્બર સુધી રહેશે. જોકે આ કાર્યક્રમની  હજી સુધી કતોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વડાપ્રધાન મોદી ઉપરાંત પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ આ સમયગાળા દરમિયાન વિવિધ સત્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તવી સંભાનવાઓ સેવાઈ રહી છે.

આ સમગ્ર બાબતને લઈને  કેન્દ્રીય મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ  છે જે આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે સતત પ્રક્રિયા દ્વારા કામ કરી રહ્યો છે. આ સાથએ જ નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની તાજેતરમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

પર્યાવરણ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ વખતે સીઓપી -26 બેઠકમાં, ગ્લોબલ વોર્નિંગ અને આબોહવા શમન અને અનુકૂલન નાણાંના સ્તરને 1.5 ડિગ્રી સુધી મર્યાદિત કરવા માટેનો રોડમેપ વિકસિત દેશો દ્વારા આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે વિકસિત દેશો દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આબોહવા પરિવર્તનના પડકારો.કાર્બન ઉત્સર્જન ઘટાડવા અસરકારક પગલાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે દર વર્ષે રૂ. 100 કરોડની પ્રતિબદ્ધતા જેવા વિષયો પરિષદના એજન્ડામાં સમાવેશ પામતા હોય છે.