દિલ્હીઃ- પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીમાં છે રવિવારે સાંજે તેઓ અહી પહોંચ્યા હતા પીએમ મોદી રવિવારેસાંજે પાપુઆ ન્યુ ગીની પહોંચ્યા અને એરપોર્ટ પર વડાપ્રધાન જેમ્સ મેરાપે દ્વારા તેમના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન મોદીએ આજે સવારે પોર્ટ મોરેસ્બી ખાતેના ઐતિહાસિક સરકારી ગૃહમાં પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલ બોબ ડેડે સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન, બંને ભારત અને પાપુઆ ન્યુ ગિની વચ્ચેના સંબંધો અને વિકાસ ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.ટ્વિટર પર આ માહિતી આપતા વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ એ ટ્બાવિટ કર્ગયું હતું.
તેમણે પીએમ મોદીના પ્રવાસને લઈને લખ્યું હતું કે , ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવસની શરૂઆત પાપુઆ ન્યૂ ગિનીના ઐતિહાસિક સરકારી ગૃહમાં ગવર્નર-જનરલ સર બોબ ડેડે સાથે ઉષ્માભરી વાતચીતથી કરી. બંને દેશો વચ્ચેના સંબંધો અને વિકાસ ભાગીદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારત તેની ક્ષમતાઓ અનુસાર તમામ સાથી દેશોને મદદ કરી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું છે કે, મારા માટે તમે એક નાનકડો ટાપુ રાજ્ય નથી, એક વિશાળ સમુદ્રી દેશ છો. તમારો મહાસાગર ભારતને તમારી સાથે જોડે છે.આ સિવાય તેમણે કહ્યું, ‘ભારત G20 દ્વારા વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ, તેમની અપેક્ષાઓ અને તેમની આકાંક્ષાઓને વિશ્વ સુધી પહોંચાડવાની પોતાની જવાબદારી માને છે. છેલ્લા બે દિવસમાં G7 સમિટમાં મારો આ પ્રયાસ હતો.
PNG ગવર્નર-જનરલ સાથેની બેઠક પછી, PM મોદી પોર્ટ મોરેસ્બીમાં એલ્લા બીચના કિનારે આઇકોનિક APEC હાઉસ પહોંચ્યા, જ્યાં NPG વડા પ્રધાન જેમ્સ મરાપેએ તેમનું સ્વાગત કર્યું. બાદમાં બંને નેતાઓએ પ્રાદેશિક સહકારને વેગ આપવા માટે FIPIC III સમિટની સહ-અધ્યક્ષતા કરી.
આ સહ અધ્યક્ષતા દરમિયાન વડા પ્રધાન જેમ્સ મરાપેએ કહ્યું, આપણે બધા એક સામાન્ય ઇતિહાસમાંથી આવ્યા છીએ, વસાહતી હોવાનો ઇતિહાસ અવો ઇતિહાસ કે જે વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે રાખે છે. દ્વિપક્ષીય બેઠકમાં મને ખાતરી આપવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.