Site icon Revoi.in

PM મોદીએ કાબુલ ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી,ઘટનાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.તેમણે ભક્તોની સલામતી અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાનએ ટ્વિટ કર્યું કે,”કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા સામે થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી હું આઘાત પામું છું.હું આ બર્બર હુમલાની નિંદા કરું છું, અને ભક્તોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

હકીકતમાં, શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારામાં અનેક વિસ્ફોટ થયા હતા.આ હુમલામાં એક શીખ સહિત બે લોકોના મોત થયા હતા, જ્યારે સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.જો કે, અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવીને મોટી ઘટનાને ટાળી હતી.

આ હુમલાની તાત્કાલિક કોઈએ જવાબદારી લીધી નથી. ભૂતકાળમાં, ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન (IS-K) એ સમગ્ર દેશમાં મસ્જિદો અને લઘુમતીઓ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે.ચીનની એક ન્યૂઝ એજન્સીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું, ‘અમે સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 6 વાગ્યે કાર્તે પરવાન વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો.પ્રથમ વિસ્ફોટના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો.હાલ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.