સીકરના ખાટુ શ્યામજી મંદિર સંકુલમાં નાસભાગમાં 3 શ્રદ્ધાળુઓના મોતઃ PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર પરિસરમાં નાસભાગનો મામલો
- મંદિરમાં નાસભાગને કારણે ત્રણ લોકોના થયા મોત,અનેક ઘાયલ
- પીએમએ નાસભાગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
દિલ્હી: રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગને કારણે ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી.તે જ સમયે, ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર પરિસરમાં નાસભાગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનએ ટ્વિટ કર્યું કે;”રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર સંકુલમાં નાસભાગને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું.મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દીથી સાજા થાય.”
Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) August 8, 2022
ઉલ્લેખનીય છે કે,ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખો લોકો આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પૂજા માટે એક મોટો હોલ છે, જે જગમોહન તરીકે ઓળખાય છે.