Site icon Revoi.in

દોહા ડાયમંડ લીગમાં જીત બદલ પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હીઃ- નિરજ ચોપરા નામ કોઈની ઓળખનું મોહતાજ નથી પોતાની રમતની કળાને લઈને દેશ વિદેશમાં આ નામ જાણીતું છે,ભારતીય બરછી ફેંકનાર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ ફરી એકવાર દોહામાં વાંડા ડાયમંડ લીગમાં પોતાનું ટાઇટલ જાળવી રાખીને દેશને ગૌરવ અપાવ્યું છે.

નીરજે 88.67 મીટરનો થ્રો કરીને પ્રથમ પ્રયાસમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 25 વર્ષીય ભાલા ફેંકનારને ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેલિબ્રિટીઝ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોહા ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ  નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ આ જીત બદલ પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને તેઓને અંભિનંદ આપ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે “આ વર્ષની પ્રથમ ઈવેન્ટ અને પ્રથમ સ્થાન! 88.67 મીટરના વર્લ્ડ લીડ થ્રો સાથે, @Neeraj_chopra1 દોહા ડાયમંડ લીગમાં ચમક્યા તેઓને અભિનંદન! આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”

આ સાથે જ નીરજ ચોપરાએ ઈવેન્ટ પછી મીડિયાને કહ્યું કે, “તે ખૂબ જ મુશ્કેલ જીત હતી, પરંતુ હું ખુશ છું, મારા માટે આ ખરેખર સારી શરૂઆત છે. હું આશા રાખું છું કે આગામી સ્પર્ધાઓમાં પ્રથમ આવીશ અને આ સિઝનમાં સાતત્યપૂર્ણ રહીશ.”ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ અગાઉ 87.58 મીટરના થ્રો સાથે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક અને ફિલ્ડના ઇતિહાસમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.