Site icon Revoi.in

પીએમ મોદીએ NPPના વડા કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હીઃ-વિતેલા દિવસે નાગાનેલ્ડ, મેધાલય અને ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં બે રાજ્યોમાં બીજેપીની ફભવ્ય જીત જોવા મળી છે ત્યારે બીજેપી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છવાયો છે સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ તમામનો આભાર માન્યો હતો.

ત્યારે આજરોજ શુક્રવારે પીએમ મોદીએ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે એમ  કહ્યું કે તેઓ મેઘાલયની પ્રગતિ માટે NPP સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા માટે અમે આતુર છીએ.
ઉલ્લેખનીય છે કે આ વાત પીએમ મોદીએ ત્યારે કહી કે જ્યારે સંગમાના ટ્વીટનો જવાબ આપ્યો,જવાબમાં  વડાપ્રધાને આ પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટમાં, તેમણે  સંગમાના નેતૃત્વમાં સરકારની રચના માટે ભાજપ વતી NPPને સમર્થનનો પત્ર સોંપવા બદલ ભાજપ નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રશંસનીય પ્રદર્શન માટે હું કોનરાડ સંગમાને અભિનંદન આપવા માંગુ છું. મારા મિત્ર સ્વર્ગસ્થ પીએ સંગમાજીને આજે ખૂબ ગર્વ થયો હોત. મેઘાલયની પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.
 પીએ સંગમા લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે અલગ થયા પછી NPPની રચના કરી. વર્ષ 2016માં રાષ્ટ્રીય રાજધાનીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. અગાઉ કોનરાડ સંગમાએ સમર્થન આપવા બદલ ભાજપનો આભાર માન્યો હતો , તેના જવાબમાં પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠ્વયા હતા.