Site icon Revoi.in

એશિયા કપમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત પર ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હીઃ- વિતેલી રાત્રે દેશભરમાં ખુશીન ોમાહોલ જોવા મળ્યો હતો, દેશભરના હોટલ ,રેસ્ટોરન્ટ અને કાફે તથા પાનના ગલ્લાઓ પર ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોનારા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહત હતો અને જ્યારે પાકિસ્તાન સામે ઈન્ડિયા એ જીત મેળવી ત્યારે સૌ કોી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા, એશિયા કપમાં  ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. આ જીતનો હીરો હાર્દિક પંડ્યા હતો જેણે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ત્યારે હવે ભારતની આ જીતને લઈને પીએએમ નરેન્દ્ર મોદીએ  ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ  પર ટ્વીટ કર્યું છે કે, ટીમ ઈન્ડિયાએ આજની એશિયા કપ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ટીમે શાનદાર કૌશલ્ય અને ધીરજ બતાવી છે.  જીત પર અભિનંદન.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ઇનિંગ અંતે 147 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી,પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે પુરો કર્યો અને જીત મેળવી હતી, પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તે જ સમયે, ભારતીય બોલરો ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 26 રન કર્યા અને સાથે  4 વિકેટ લીધી  હતી.આ સાથે જ હાર્દિકે 4 ઓવરમાં 25 રન કરીને કુલ  3 વિકેટ લીધી  હતી.

ભારતની જીત પર દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.આ સાથે જ ભારતની શાનદાર જીતથી દેશમાં પમ ખુશીનો માહોલ જોવામ મળ્યો છે.