Site icon Revoi.in

પીએમ મોદીએ શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ RRR ટીમને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી:ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે.એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીતવા બદલ ફિલ્મ RRRની સમગ્ર કાસ્ટ અને ક્રૂને ‘નાટુ નાટુ’ ગીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ગોરવાન્વિત કર્યા છે.

RRR મૂવી દ્વારા એક ટ્વીટ શેર કરતા, વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”એક ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિ! એમ એમ કીરવાની, પ્રેમ રક્ષિત, કાલા ભૈરવ, ચંદ્રબોઝ, રાહુલ સિપલીગંજને અભિનંદન. હું એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ અને આરઆરઆર મૂવીની સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.

ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRR એ તેના લોકપ્રિય ગીત ‘નાટુ નાટુ’ માટે 2023 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીત – મોશન પિક્ચર કેટેગરી જીતી છે.’નાટુ નાટુ’એ આ કેટેગરીમાં ટેલર સ્વિફ્ટની ‘કેરોલિના’, ગ્રેગોરી માનની ‘ચાઓ પાપા’, લેડી ગાગાની ‘હોલ્ડ માય હેન્ડ’, ‘બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર’ ફિલ્મની ‘લિફ્ટ મી અપ’ને માત આપી છે.

તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ એમએમ કીરાવાણી દ્વારા રચાયેલ છે અને કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજ દ્વારા ગાયું છે.’નાટુ-નાટુ’ એટલે ‘નૃત્ય કરવું’. જો કે, આ સુપરહિટ ફિલ્મ બેસ્ટ પિક્ચર નોન ઈંગ્લિશ કેટેગરીમાં આર્જેન્ટિનાની ‘આર્જેન્ટિના 1985’થી પરાજય પામી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં નાટુ-નાટુ ગીતને મળેલા એવોર્ડ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ RRRની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.એસએસ રાજામૌલીની ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પુરી ટીમને જીત માટે અભિનંદન આપતા એવોર્ડ ફંક્શનની તસવીર શેર કરી અને કેપ્શનમાં ‘નાટુ-નાટુ’ લખતા હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.