બેંગલુરુઃ- ભારત દેશે તચંદ્રયાન 3 મિશન સફળતા પૂર્વક પાર પાડ્યું છે,ચંદ્રયાન 3 ને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવાર ેજ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા બેંગલુરુ પહોચ્યા હતા અહી તેમણે અનેક વૈજ્ઞાનિકો અને ઈસરો પ્રમુખ સાથે ખાસ મુલાકાત કરી હતી અને સંબોઘન પણ કર્યું હતું ,ખાસ વાત એ છે કે પીએમ મોદીએ આ મિશન સાથે જોડાયેલી મહિલાઓને પણ ખાસ અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ શનિવારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની મહિલા વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી. આ મહિલા વૈજ્ઞાનિકો ‘ચંદ્રયાન-3’ મિશનનો ભાગ હતા. પીએમ મોદીએ સોફ્ટ લેન્ડિંગના સફળ મિશનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી.
ઉલ્લેખનીય બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડર મૂકનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો.જ્યારે તેની સફળતાને લઈને પીએમ મોદીએ તમામને અભિનંદન પાઠવ્યા છે.ઈસરોના ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરતા તેમણે વધુમાં કહ્યું કે તમે અમને ત્યાં લઈ ગયા જ્યાં પહેલા કોઈ નથી ગયું. આ આજનો ભારત છે. આ નિર્ભય ભારત છે. આ નવા વિચારોથી ભરેલું ભારત છે
મહિલાઓની આ મિશનમાં મહત્વની ભૂમિકાને લઈને પીએમ મોદીએ કહ્યું કે ચંદ્ર પર લેન્ડરના ઉતરાણના સ્થળે આવેલ ‘શિવ શક્તિ’ બિંદુ આવનારી પેઢીઓને વિજ્ઞાનને ગંભીરતાથી લેવા અને લોકોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે. લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.
ઐતિહાસિક ઉતરાણ પર ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશને નવી ઊંચાઈએ લઈ ગયા. આ કોઈ સામાન્ય સિદ્ધિ નહોતી. આ મિશન આપણા અવકાશ સંશોધન અને કાર્યક્રમની તાકાત દર્શાવે છે. હવે ભારત ચંદ્ર પર છે. આપણે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક ત્રિરંગો પણ ચંદ્ર પર મૂક્યો છે.