- પીએમ મોદીએ બાંગલા દેશના રાષઅટ્રપતિને અભિનંદન પાઠવ્યા
- પીએમ મોદીએ તેઓને પત્ર લખીને તેમને પ્રોત્સાહન આપ્યું
દિલ્હીઃ- દેશની સત્તામાં જ્યારથઈ નરેન્દ્ર મોદી તઆવ્યા છએ ત્યારથી વિદેશના સંબંધો ભારત સાથેના સુધર્યા છે,અનેક દેશો સાથે સભાપકત સારા સંબંધ બનાવીને આગળ વધી રહ્યું છે જેને લઈને વાર તહેવાર કે નવા પદ માટે આપણા પીએમ મોદી તેઓને અભિનંદર કે શુભેચ્છાઓ આપતા રહે છે.
ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, મોહમ્મદ શાહબુદ્દીનને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી શાહબુદ્દીનને મોકલેલા પત્રમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ફ્રીડમ સેનાની તરીકે તેમનું યોગદાન અને ન્યાયતંત્ર તરીકેનો તેમનો અનુભવ આ ઉચ્ચ પદ પર તેમના માટે ખૂબ ઉપયોગી થશે.વડા પ્રધાને કહ્યું કે બાંગ્લાદેશના નજીકના મિત્ર તરીકે ભારત બંને દેશોના લોકોના હિત માટે બહુપરીમાણીય ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આ સાથે જ વહેંચાયેલ બલિદાનના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધનું વર્ણન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ સંબંધોને બંને દેશોની જીવંત સંસ્કૃતિ અને લોકો વચ્ચેના પરસ્પર સંપર્ક દ્વારા મજબૂત બનાવવામાં આવ્યા છે.