Site icon Revoi.in

પીએમ મોદીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે એવોર્ડ જીતવા બદલ શુભકામનાઓ પાઠવી

Social Share

દિલ્હી : મ્યુઝીક ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ માનવામાં આવે છે. લાસ વેગાસના MGM ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એવોર્ડ ભારત માટે પણ ખૂબ જ ખાસ સાબિત થયા છે. જેમાં ભારતનું નામ પણ રોશન થયું છે

ન્યૂયોર્ક સ્થિત ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહને ‘અ કલરફુલ વર્લ્ડ’ માટે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.ફાલ્ગુની શાહને ગ્રેમી મળતાં તેના ચાહકોમાં સેલિબ્રેશનનો માહોલ છે અને સમગ્ર દેશને તેના પર ગર્વ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું;

“ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીતવા બદલ ફાલ્ગુની શાહને અભિનંદન. ભવિષ્યના પ્રયાસો માટે તેણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”