દિલ્હીઃ- બુઘવારને 23 ઓગસ્ટના રોજ વિશ્વની નજર ભારત પર અટકેલી હતી અને છેવટે સાંજ પડતાજ ભારતે ઈતિહાસ રચ્યો હતો, સફળતા પૂર્વ ચંદ્રયાન 3 નું ચ્દ્ર પર લેન્ડિંગ થયું અને દેશભરમાં ઉત્સાહ છવાયો, દેશ સહીત વિદેશમાંથી પણ ભારતને શુભેચ્છા સંદેશ આવવા લાગ્યા ત્યારે પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હાલ આફ્રિકાના પ્રવાસે છે ત્યારે તેમણે પણ દેશની આ ઐતિહાસિક ક્ષણને નિહાળઈ અને ઈસરોના ચીફને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે.કારણ કે હવે ભારત આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.
ભારતની આ સફળતામાં ઈસરો અને તેના વૈજ્ઞાનિકોની સાથે ઈસરોના વડા એસ. સોમનાથનો પણ મહત્વનો ફાળો છે. પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાથી ફોન કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ દિવસોમાં 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગમાં છે. તે ત્યાંથી લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા આ ઐતિહાસિક ક્ષણ જોઈ રહ્યા હતા. ઈસરોની સફળતા પર તેમણે કહ્યું કે આ વિકસિત ભારતની ક્ષણ છે. આ સાથે તેમણે ત્યાંથી ઈસરોના વડાને ફોન કરીને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે પીએમ મોદીએ ઈસરો ચીફને એમ પણ કહ્યું છે કે તેઓ જલ્દી જ આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને મળશે અને તેમની શુભકામનાઓ પાઠવશે.પીએમ મોદીએ ઈસરોના વડાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે સોમનાથ જી, તમારું નામ સોમનાથ છે અને સોમનાથ ચંદ્ર સાથે જોડાયેલું છે તેથી તમારા પરિવારના સભ્યો પણ ખૂબ ખુશ હશે. મારા તરફથી તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને દરેકને મારી શુભેચ્છા પાઠવી. અને શક્ય તેટલી વહેલી તકે હું તમારા બધાને રૂમમાં પણ અભિનંદન આપીશ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.