દેશની 75 ટકા વયસ્ક વસ્તીને અપાઈ ચૂકી છે સંપૂર્ણ વેક્સિન – પીએનમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
- કોરોના વેક્સિનેશન મામલે પીએમ મોદીએ આપી શુભેચ્છા
- આરોગ્યમંત્રીએ ટ્વિચટ કરીને આપી જાણકારી
- દેશની 75 ટકા વયસ્ક વસ્તીને મળી ચૂકી છે વેક્સિન
દિલ્હી-દેશભરમાં કોરોના મહામારીને આજે 2 વર્ષ પુરા થયા છે, કોરોનાની હાલ ત્રીજી લહેર આવી ચૂકી છે, ત્યારે કોરોના સામે વેક્સિનેશને મહત્વનો ભાગ ભજવ્યો છે, કોરોનાને પહોંચી વળવામા વેક્સિનનો સારો ફાયદો રહ્યો છે અને એજ કારણ છે કે આ ત્ર્જી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે અને લોકો સાજા પણ જલ્દી થઈ રહ્યા છે.
ત્યારે આજ રોજ ભારતમાં કોરોના સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનને રવિવારે મોટી સફળતા મળી છે. ભારતની 75 ટકા પુખ્ત વસ્તીને હવે સંપૂર્ણ રસી આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે આ જાણકારી આપી.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિ બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું- ‘તમામ પુખ્ત વયના લોકોમાંથી 75 ટકા લોકોને અગાઉથી રસી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આપણા દેશવાસીઓને અભિનંદન.
75% of all adults are fully vaccinated.
Congratulations to our fellow citizens for this momentous feat.
Proud of all those who are making our vaccination drive a success. https://t.co/OeCJddtAL8
— Narendra Modi (@narendramodi) January 30, 2022
આરોગ્ય મંત્રી એ કહ્યું કે દેશની 75 ટકા પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.આ મામલે મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું- ‘સબકા સાથ, સબકા પ્રયાસ’ ના મંત્ર સાથે, ભારતે તેની પુખ્ત વસ્તીના 75 ટકા રસીના બંને ડોઝનું સંચાલન કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. આપણે કોરોના સામેની લડાઈમાં વધુ મજબૂત બની રહ્યા છીએ. આપણે કોરોનાના તમામ નિયમોનું બધાએ પાલન કરવું પડશે અને શક્ય તેટલી વહેલી તકે રસી મેળવવી પડશે.