- ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી
- 37 વર્ષીય પટોંગટાર્ન, ઈતિહાસમાં થાઈલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.
પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “થાઇલેન્ડના પ્રધાનમંત્રી તરીકેની તમારી પસંદગી પર @ingshiનને અભિનંદન. ખૂબ જ સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.”
નોંધનીય છે કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થાક્સિનની પુત્રી પૈટોંગટાર્ શિનાવાત્રાને ફેઉ થાઈ પાર્ટીના મુખ્યાલયમાં થાઈલેન્ડના 31માં પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવાનો શાહી આદેશ મળ્યો હતો. 37 વર્ષીય પટોંગટાર્ન, ઈતિહાસમાં થાઈલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી છે અને તેમની કાકી યિંગલક શિનાવાત્રા પછી બીજી મહિલા પ્રધનમંત્રી છે.
– #PMModi
– #ThailandNewPM
– #PatongtarnShinawatra
– #Congratulations
– #IndiaThailandRelations
– #DiplomaticTies
– #InternationalCooperation
– #Leadership
– #GlobalPolitics
– #AsianLeaders
– #InternationalRelations
– #DiplomacyMatters
– #GlobalLeaders
– #WorldNews
– #AsiaPacific
– #IndiaForeignPolicy
– #ThailandPolitics
– #NewLeadership
– #GlobalCooperation