પીએમ મોદીએ કોરોના સંકટ પર સમિક્ષા બેઠક યોજીઃ- કહ્યું, ‘ભારતનું ફાર્મા ક્ષેત્ર ખૂબજ ક્ષમતાવાન છે’
- પીએમ મોદીએ બુધવારના રોજ સમિક્ષા બેઠક યોજી
- કોરોનામાં તબીબી સેવાઓ અંગે રાજ્યો પાસેથી માહિતી મેળવી
- બ્લેક ફંગસના સંક્રમણની પણ રાજ્યો પાસે ભાળ મેળવી
દિલ્હીઃ-કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન તેમણે દેશના કેટલાક સ્થળોએ બ્લેક ફંગસના સંક્રમણના કેસોની ભાળ પણ મેળવી હતી.
પીએમ મોદીએ કહ્યું કે ભારતનું ફાર્મા ક્ષેત્ર ખૂબ જ જીવંત છે અને સરકાર દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સતત તેમના સંપર્કમાં રહે છે. અધિકારીઓએ પીએમ મોદીને કહ્યું કે, દેશમાં કોવિડની પ્રથમ લહેરની ટોચ કરતા ઓક્સિજન સપ્લાય હવે ત્રણ ગણા વધારે થઈ રહ્યા છે.
આ સાથે જ પીએમ મોદીને જાણકારી અપાઈ હતી કે કેરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમેડેસિવીર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે અને પૂરતી માત્રામાં દવાઓ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોવિડ મેનેજમેન્ટની સાથે, કેન્દ્ર સરકાર કેટલાક સ્થળોએ મ્યુકરમાઈકોસિસ પર પણ સક્રિય દેખરેખ રાખી રહી છે.
આ બેઠકમાં કેટલાક રાજ્યોમાં, નબળી ગુણવત્તાવાળા વેન્ટિલેટરની ફરિયાદ પર મોદીએ રાજ્યોને તકનીકી ખામીઓ દૂર કરવા અને સમયસર શરૂ કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ મોદીને ઓક્સિજન રેલ અને કન્ટેનરો વિશે પણ માહિતી આપી.
આ સાથે, તેમને કહેવામાં આવ્યું કે રાજ્યોમાં સારી માત્રામાં દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વડા પ્રધાનને એ વાતની પણ જાણકારી આપવામાં આવી હતી કે છેલ્લા કેટલાક હ઼અઠવાડિયામાં રેમડેસિવીર સહિતની તમામ દવાઓના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું હતું કે રાજ્યોએ વેન્ટિલેટરને સમય મર્યાદામાં કાર્યરત કરવા જોઈએ, ઉત્પાદકોની મદદથી તકનીકી, તાલીમના પ્રશ્નો હલ કરવા જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ખૂબ જ ક્ષમતાવાન છે, સરકાર તમામ દવાઓની યોગ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરવાનું ચાલુ રાખશે.આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર દેશ અને વિશ્વની નર્સોને શુભેચ્છા પાઠવી હતી.