Site icon Revoi.in

PM મોદી પોતાના જન્મદિવસ પર પ્રથમ વખત માતાને મળવા ન જઈ શક્યા ,કહ્યું, ‘ લાખો માતાઓના આશિર્વાદ છે સાથે’

Social Share

દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ 17 સપ્ચટેમ્બરે  72 વર્ષના થયા હતા, પીએ  મોદી એવા નેતા છે જેઓ સતત જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓને જાણે છે અને તેને સુધારવાના સતત પ્રયત્નો કરે છે.અને આજે માત્ર દેશમાં જ નહી વિદેશમાં પણ પીએમ મોદી લોકલાડીલા નેતા બન્યા છે.

પીએમ મોદીએ આફ્રીકાથી મંગાલેવા ચિત્તાઓને એમપીના નેશનલવ પાર્કમાં મૂક્ત કરીને દેશની જનતાને સંબોધન કર્યું હતું,તેમના સંબોધનમાં, વડા પ્રધાને તેમની માતા હીરાબેન મોદીની જન્મદિવસની મુલાકાતોને પણ યાદ કરી હતી. અને જણાવ્યું હતું કે”સામાન્ય રીતે, આ દિવસે હું મારી માતાની મુલાકાત લેતો જ હોઉં છું, તેમના ચરણ સ્પર્શ કરવાનો અને તેમના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરું છું,”પરંતુ આજે, હું જઈ શક્યો નહીં.

વધુમાં આ વાતને યાદ કરતા જ તેમણએ કહ્યું કે  મધ્યપ્રદેશમાં લાખો મહિલાઓ.. માતાઓ મને તેમના આશીર્વાદ આપી રહી છે  મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં, અન્ય સમાજોમાંથી, ગામડે ગામડે મહેનત કરતી લાખો માતાઓ આજે અહીં મને આશીર્વાદ આપી રહી છે. આજે જ્યારે મારી માતા આ દ્રશ્ય જોશે ત્યારે તેમને ચોક્કસ સંતોષ થશે કે ભલે આજે દીકરો અહીંથી નથી ગયો પણ લાખો માતાઓએ તેને આશીર્વાદ આપ્યા છે. મારી માતા આજે વધુ ખુશ થશે.,”

મહિલા શશક્તિ કરણ વિશે કહી આ વાત

પીએમ મોદીએ કહ્યું કે  “છેલ્લી સદી અને આ સદી વચ્ચે, દેશમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં મોટો ફેરફાર આવ્યો છે. ગ્રામીણ સંસ્થાઓથી લઈને રાષ્ટ્રપતિ ગૃહ સુધી, મહિલા શક્તિ દેશ પર શાસન કરી રહી છે,”

તેમણે કહ્યું કે છેલ્લાં 8 વર્ષમાં અમે સ્વસહાય જૂથોને સશક્ત કરવામાં દરેક રીતે મદદ કરી છે. આજે દેશભરમાં 8 કરોડથી વધુ બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારું લક્ષ્ય છે કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક બહેન આ અભિયાનમાં જોડાય. જે પણ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તે કાર્યમાં સફળતા તેની રીતે જ નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા એ એક ઉત્તમ ઉદાહરણ છે જેનું નેતૃત્વ મહિલાઓએ કર્યું છે.આ રીતે મહિલાઓ વિશે પીએમ મોદીએ ઘણી વાત કરી હતી.

ઉલ્લેખષનીય છે કે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી હવે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી છે ત્યારે વાયુસેનામાં ચિનૂક ઉડાવતી પણ હવે મહિલા જોવા મળશે જે પણ દેશમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે.