ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વમાં પહોંચવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેથી વિશ્વ યોગ દિવસે માત્ર ભારતમાં જ નહીં દુનિયાના 170થી પણ વધારે દેશમાં લોકો યોગ કરીને યોગ દિવસની ઉજવમી કરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં દેશની જનતાએ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ બહુમતી સાથે દેશના વડાપ્રધાન બનાવ્યાં હતા. તે વખતે લોકોને આંતરિક-બાહ્ય, અર્થવ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રમાં પરિવર્તનની આશા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ વર્ષના શાસનકાળમાં દેશની જનતાને સાથે રાખીને વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય પરિવર્તન કર્યું છે. જેનો લાભ કરોડો ભારતીયોને મળી રહ્યો છે. આજે દેશની જનતાએ ગેસનો બાટલો, આરોગ્યની સુવિધાઓ અને રાશન કાર્ડ ઉપર વિના મૂલ્યે અનાજ સહિતના લાભ મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દુનિયા સમક્ષ પહોંચાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યોગને લઈને જન આંદોલન શરૂ કર્યું હતું. જેમાં બાળકોથી લઈને તમામ લોકો જોડાયાં હતા. તેનું જ પરિણામ છે કે, આજે યોગ દિવસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના 170થી વધારે દેશમાં ઉજવવામાં આવે છે.
તેમણે કહ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 14 હજાર કરોડના વિકાસ કાર્યો થયા છે અને હજુ પણ વિકાસકાર્યોની પરંપરા ચાલુ જ રહેશે. ગયા વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 5.42 લાખ વૃક્ષોને ટકાવી રાખવામાં સફળતા મળી હતી. સ્થાનિક વહીવટી તંત્ર, સરકાર તથા વિવિધ સંગઠનો અને પ્રજાના સહયોગથી જ ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળુ બનાવવાના વધારે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ શહેરને પણ હરિયાળુ બનાવવા માટે બિલ્ડરોને દરેક સોસાયટીમાં 25-25 વૃક્ષનું વાવેતર કરવા અપીલ કરી હતી.