અફઘાન સંકટની સ્થિતિને લઈને સર્વપક્ષની બેઠકમાં પીએમ મોદીએ વિદેશમંત્રાલયને સ્થિતિને જાણકારી આપવાનો આદેશ આપ્યો
- વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કરીને આપી જાણકારી
- સર્વપક્ષીય નેતાઓની યોજાશે બેઠક
દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંપૂર્ણ કબજો કરી લીધો છે, અફઘાનિસ્તાનની સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે,ત્યારે હવે તેની અસર ભારતીય રાજકારણથી લઈને વ્યવસાય સુધી દરેક બાબતો પર પડી રહી છે. ત્યારે હવેઆ કટોકટીઓ વચ્ચે, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે ટ્વિટ કરીને એક મોટી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની ઘટનાઓને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને તમામ રાજકીય પક્ષોના નેતાઓને સંક્ષિપ્તમાં નિર્દેશ જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી વધુ વિગતો આપશે.
મળતી માહિતી મુજબ વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાન સંકટને લઈને 26 ઓગસ્ટે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મંત્રી પ્રહલાદ જોશી આ બેઠકનું સંકલન કરનાર છે. આ નિર્ણયના થોડા સમય બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ પણ આ બેઠકમાં હાજરી આપશે.
તો બીજી તરફ અફઘાન શરણાર્થીઓ દ્વારા દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર હાઇ કમિશનરની કચેરી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ તમામ અફઘાન માટે શરણાર્થીનો દરજ્જો, ત્રીજા દેશ માટે પુનર્વસન વિકલ્પો અને ભારત સરકાર પાસેથી રક્ષણની સતત માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શન પર પોતાનું નિવેદન આપતા ભારતમાં અફઘાન સમુદાયના વડા અહમદ જિયા ગનીએ કહ્યું કે ભારતમાં 21 હજારથઈ પણ વધુ અફઘાન શરણાર્થીઓ છે અને તે બધા અફઘાનિસ્તાન પાછા ફરવા માંગતા નથી.