Site icon Revoi.in

પીએમ મોદીએ WHO ના પ્રમુખ સાથે ફોન પર કરી વાત – કોરોના મહામારીને પહોંચી વળવા વૈશ્વિક ભાગીદારી પર ચર્ચા કરી

Social Share

દિલ્હી- વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ આરોગ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટી.એ.ગેબ્રેયેસ સાથે કોરોના મહામારીને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તરે ભઆગીદારીના સંબંધમાં બુધવારના રોજ ચર્ચા કરી અને આ દિશામાં આધુનિક તબીબી પ્રદ્ધતિ સાથે પરંપરાગત દવાઓનો સમાવેશ કરવામાં સહમતી દર્શાવી હતી.

પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા જારી કરેલા નિવેદન પ્રમાણે, પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ સાથે ફોન પર વાત કરી હતી અને કોરોના મહામારી પર કાબૂમાં મેળવવા વૈશ્વિક ભાગીદારીમાં સંકલન કરવામાં સંગઠનની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ આ વાત પર પણ ભાર મૂક્યો કે અન્ય રોગો સામેની લડતમાં આપણું ધ્યાન ન હટવું જોઈએ. તેમણે વિકાસશીલ દેશોમાં આરોગ્ય પ્રણાલીમાં સંસ્થા તરફથી મળતા મહત્વના સમર્થનની પણ પ્રશંસા કરી.

પીએમ કાર્યાલયે આ અંગે જણાવ્યું કે, ડબ્લ્યુએચઓના પ્રમુખ એ સંગઠન અને ભારતીય આરોગ્ય સત્તામંડળ વચ્ચે ગાઢ અને નિયમિત ભાગીદારી પર ભાર મૂક્યો હતો અને આયુષ્માન ભારત અને ક્ષય રોગ સામેના અભિયાન જેવા ઘરેલું પગલા માટે પ્રશંસા કરી હતી.

વધુમાં તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્વાસ્થ્યના સંબંધમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવવાની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરંપરાગત દવા પ્રણાલી અંગે વડા પ્રધાન મોદી અને ડબ્લ્યુએચઓના પ્રમુખ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે, ખાસ કરીને વિશ્વભરના લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા અને તેમની પ્રતિરક્ષા વધારવાના સંદર્ભમાં વાતચીત કરવામાં આવી છે.

સાહીન-