- પીએમ મોદી અને યુરોપીયન આયોગ અધ્યક્ષ વચ્ચે ચર્ચા
- 8 મે ના રોજ યુરોપીયસંધના નેતાઓ સાથે ખાસ બેઠક
- કોવિડ 19ની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને ભારત અને યુરોપિયન યુનિયનમાં કોવિડ -19 ની સ્થિતિ અંગે વિચાર વિમપ્શ કર્યો હતો. એક નિવેદનમાં જણાવાયું છે કે,આ સમય દરમિયાન, બંને નેતાઓએ ભારતમાં ચાલી રહેલી કોરોનાની બીજી તરંગને પહોંચી વળવાના તમામ પ્રયત્નો બાબતે ચર્ચા કરાઈ હતી
વડા પ્રધાન મોદીએ ભારતમાં મહામારીની લડાઈ સામે તત્કાળ સહયોગ બદલ ઈયૂ અને તેના સભ્ય. દેશોની પ્રશંસા કરી. પીએમ મોદીએ એક ટ્વિટમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ ડેર લેયનને મહામારી સામેની લડતમાં ઇયુના સમર્થન અને સહાયતા આપવા માટે આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે અમે 8 મેના રોજ ભારત-યુરોપીય સંઘ નેતાઓની બેઠક અંગે ચર્ચા કરી. મને વિશ્વાસ છે કે આ બેઠક આપણી વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે.
આ સમગ્ર બાબતને લઈને જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ અનુભવ્યું છે કે ગયા વર્ષે જુલાઈમાં યોજાનારી સમિટ બાદ ભારત અને યુરોપિયન યુનિયનના વ્યૂહાત્મક સહયોગમાં નવી ગતિ જોવા મળી રહી છે. બંને નેતાઓએ આ બાબતે સહમતિ દર્શાવી હતી કે 8 મેના રોજ ભારત અને ઇયુના નેતાઓ વચ્ચે વર્ચુઅલ મીટિંગ બહુપક્ષીય સંબંધોને નવી ગતિ અને વેગ આપવા માટે એક વિશેષ તક હશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત -યુરોપીયસંઘ નેતાઓની ઈયુ +27 ફોર્મેટમાં આ પ્રથમ બેઠક થવા જઈ રહી છે,ભારત-ઇયુ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે બંને પક્ષોના સહિયારા ઉદ્દેશ્યોને દર્શાવે છે.