મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થતા પીએમ મોદીએ ચિંતાવ્યક્ત કરી, ઝડપથી સાજા થાય તેની પ્રાર્થના કરી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને ગુરુવારે ગંભીર ઈજા થઈ હતી. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરીને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેય રાજકીય આગેવાનોએ પણ પણ તેઓ ઝડપથી સારા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જીને ઈજામાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “હું મમતા દીદીના ઝડપી સ્વસ્થ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ગુરુવારે ઈજાગ્રસ્ત થયાં હતા. ટીએમસીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું. સીએમ મમતા બેનર્જી પડી જતા તેમને માથાના ભાગમાં ઈજા થઈ છે. તેમને કોલકતાની એસએસકેએમ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરની અંદર પડી ગયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવાયાં હતા.