ગાઝાની હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, ગંભીર મામલો ગણાવ્યો
દિલ્હીઃ- ઈઝરાયલ અને પેલિસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે છેલ્લા ઘણા દિવસોથી અહી યુદ્ધ જોવા મળી રહ્યપં છે ત્યારે હવે ગાઢાની હોસ્પિટલમાં હલાઈ હુમલાની પણ પૃષ્ટિ કરવામાં આવી છે જેમાં 500 થી વઘુ લોકોના મોનો એહવાલ છએ ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ બબાતને ગંભીર ગણાવી છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ મંગળવારે રાત્રે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં લગભગ 500 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટર પર ટ્વીટ કર્યું કે તેઓ જાનહાનિથી ઊંડો આઘાત પામ્યા છે.તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરી. પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ હુમલા પર શોક અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
https://twitter.com/narendramodi/status/1714551508535296439?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714551508535296439%7Ctwgr%5E2fd87265957673967cdbc4f249ee00339517d542%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Findia%2Fprime-minister-narendra-modi-condolences-attack-on-al-ahli-hospital-in-gaza-2517309
આ સહીત પીએમ મોદીએ આ ઘટનાને ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે આ માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું છે કે “ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં થયેલા મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.
આ સાથે જ આગળ “ પીએમ મોદીએ એ જ પોસ્ટમાં કહ્યું, “તાજેતરના સંઘર્ષમાં નાગરિકોના મોતની ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. આ માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.”
ઉલ્લેખનીય છે કે ગાઝાની અલ અહલી અરબ હોસ્પિટલ પર મંગળવારે રાત્રે મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 500 લોકોના મોત થયા હતા. મૃતકોમાં દર્દીઓ, આરોગ્ય સંભાળ કાર્યકરો અને ઘણા પરિવારોનો સમાવેશ થાય છે જેમણે હોસ્પિટલમાં અને તેની આસપાસ આશ્રય લીધો હતો.મંગળવારે મોડી રાત્રે આ હોસ્પિટલ પર હવાઈ હુમલો થયો છે અને પેલેસ્ટાઈનના હમાસ-નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અહીં રહેતા 500 લોકોના મોતના સમાચાર છે. ત્યારપછી આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઈઝરાયેલે હોસ્પિટલ પર હુમલો કરીને અહીં રહેતા નાગરિકોની હત્યા કરી હતી.
tags:
pm modi