Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં બનેલી બસ અકસ્માતની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Social Share

શ્રીનગર – વિતેલા દિવસને મંગળવારની સવારે જમ્મુ કાશ્મીરમાં એક મોટી બસ અકસ્માતની ઘટના બની હતી ,ઉત્તપરપ્રદેશથી યાત્રીઓ ભરેલી બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી ત્યારે બસ ખીણમાં ખાબકી હતી આ ઘટનામાં અંદાજે 10 લોકોના મોતના સમાચાર હતા.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 10 જેટલાં મુસાફરોનાં મોત થયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બની હતી. મુસાફરોથી ભરેલી બસ એક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. 

અધિકારીઓના જણાવ્યા મુજબ, બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. જેમાં સવાર યાત્રીઓ વૈષ્ણો દેવીમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. પોલીસે આ દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને લઈને આજરોજ ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છેપીએમ  મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે “જમ્મુ અને કાશ્મીરમાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, PM@narendramodi એ PMNRF તરફથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.આ સાથે જ આ ઘટનામાં  ઘાયલ થયેલા યાત્રીઓને રુપિયા 50 હજાર આપવામાં આવશે.”