Site icon Revoi.in

પૈંથર્સ પાર્ટીના સ્થાપક એવા પ્રો,ભીમ સિંહના નિધન પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

Social Share

 

શ્રીનગર- જમ્મુ અને કાશ્મીર નેશનલ પૈંથર્સ પાર્ટીના સ્થાપક અને વરિષ્ઠ નેતા ભીમ સિંહનું અવસાન થયું છે. તેના પરિવારજનો એ આપેલી જાણકારી પ્રમાણે લાંબી બીમારી બાદ ભીમ સિંહ એ  80 વર્ષની વયે જમ્મુના બક્ષી નગર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીર પેન્થર્સ પાર્ટી ના સંસ્થાપક ભીમ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પ્રોફેસર ભીમ સિંહ જીને એકજમીની નેતા તરીકે યાદ કરવામાં આવશે જેમણે જમ્મુ-કાશ્મીરના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તે ખૂબ જ શિક્ષિત અને વિદ્વાન હતા. મને તેની સાથેની મારી વાતચીત હંમેશા યાદ રહેશે. તેમના મૃત્યુથી હું દુખી છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’

જાણો પ્રો,ભીમ સિંહ વિશેની કેટલીક વાતો

 પ્રો. ભીમ સિંહના પરિવારની જો વાત કરીએ તો તેઓને પત્ની જયમાલા અને એક પુત્ર અંકિત લવ છે. જેઓ બંને વિદેશમાં રહે છે. સિંહ તેમના વિદ્યાર્થી જીવનથી સક્રિય રાજકારણમાં સામેલ હતા. તેમણે જમ્મુ અને કાશ્મીર પેૈંથર્સ પાર્ટીની સ્થાપના 23 માર્ચ, 1982ના રોજ શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરુ, સુખદેવના શહીદ દિવસ પર કરી હતી.

આ સાથે જ 17 ઓગસ્ટ, 1941ના રોજ ઉધમપુર જિલ્લાના રામનગરમાં જન્મેલા સિંહ પૈંથર્સ પાર્ટીની રચના પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા. તેઓ વર્ષ 1977-78 દરમિયાન યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. તેમણે 1882માં જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીનો પાયો નાખ્યો હતો. પેન્થર્સ પાર્ટીના વડા તરીકે, સિંહે પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે મફત સહાયની ઓફર કરી હતી.