- નેપાળની ઘટના પર પીએમ મોદીએ જતાવ્યું દુખ
- કહ્યું કિંમતી જીવ લોકોના ગયા
દિલ્હીઃ- નેપાળમાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાંચ ભારતીય સહિત લગભગ 68 મુસાફરોના કરૂણ મોત થયાં હતા. નેપાળમાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાય જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે પણ નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ થયેલી વિમાન દુર્ઘટનામાં 68 લોકોના મોત થયા હતા.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે જેમાં લખ્યું છે કે “નેપાળમાં દુ:ખદ હવાઈ દુર્ઘટનાથી દુઃખી છું, જેમાં ભારતીય નાગરિકો સહિત લોકોના અમૂલ્ય જીવો ગયા છે.” દુઃખની આ ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.આ ટ્વિટ તેમણે નેપાળના વડા પ્રધાનને ટેગ કરતાં કર્યું છે.
આ સાથે જ વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અમારા વિચારો પીડિત પરિવારો સાથે છે
આ સહીત નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સિંધિયાએ એક ટ્વીટમાં કહ્યું, “નેપાળમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં લોકોના મોત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીયો સહિત 72 લોકોને લઈને જતું નેપાળી પેસેન્જર પ્લેન રવિવારે પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે નદીની ખીણમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા હતા. આ ઘટના પણ અનેક દેશના લોકોએ દુખ જતાવ્યું છે.