ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે.
ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સતત સુધારા વિશે ક્યૂએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નુન્ઝિયો ક્વાક્વેરેલીના સવાલનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“છેલ્લા દાયકામાં, અમે શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રતિબિંબિત થાય છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓની તેમની સખત મહેનત અને સમર્પણ માટે અભિનંદન. આ ટર્મમાં, અમે સંશોધન અને નવીનતાને વેગ આપવા માટે હજી વધુ કામ કરવા માંગીએ છીએ.”