Site icon Revoi.in

રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને કરાશે સહાય

Social Share

દિલ્હીઃ રાજસ્થાનના નાગૌરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને તથા ઈજાગ્રસ્તોને આર્થિક સહાયનો નિર્ણય કરાયો છે. મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “રાજસ્થાનના નાગૌરમાં થયેલો ભયાનક માર્ગ અકસ્માત અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિને મંજૂર કરી છે.”પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાગૌર ખાતે થયેલ અકસ્માતનાં કારણે જીવ ગુમાવનારાઓનાં પરિવારજનો માટે પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”