Site icon Revoi.in

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ આજે મહારાષ્ટ્ અને ગુજરાતનો સ્થાપના દિવસ છે દેશના 30 રાજભવન આ દિવસની ઉજવણી કરશે, ગઈકાલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાના ચૂચનો આપ્યા હતા ત્યારે આજના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ-અલગ વર્ષોમાં 1 મેના રોજ અલગ રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યા. અગાઉ બંને રાજ્યો બોમ્બે પ્રાંતનો ભાગ હતા. બંને રાજ્યોના સ્થાપના દિવસ પર આજે લગભગ 30 રાજ્યોના રાજભવન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આજે 1 મેના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી હતી. આ બાબતે  પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે

વડાપ્રધાને ટ્વીટ કરીને મ લખ્યું, હેપ્પી મહારાષ્ટ્ર ડે. રાજ્યની એક મહાન સંસ્કૃતિ છે અને અહીંના લોકો મહેનતુ છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય પ્રગતિને સમૃદ્ધ બનાવી છે. હું આવનારા વર્ષોમાં મહારાષ્ટ્રની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.

આ સહીત ગુજરાતનો આજે 63 મો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદીએ ગુડરાતીઓને પણ શુભેચ્છા સંદેશ પાઠ્વો છે અને તેમણે ગુજરાતીમાં આ ટ્વિટ કર્યું છે

પીએમ મોદીએ ગુજરાતના સ્થાપના દિવસે ટ્વિટ કરીને કહ્યું કે  ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક ઓળખ બનાવી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શતું રહે. વડાપ્રધાને તેમના ગૃહ રાજ્યના નાગરિકોને પણ ગુજરાતી ભાષામાં અભિનંદન પાઠવ્યા હતા.