નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીથી વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી હતી. ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જમશેદપુર જઈ શક્યા ન હતા. તેઓ રાંચી પહોંચ્યા બાદ જમશેદપુર જવાના હતા પરંતુ હજુ સુધી હવામાન સાફ નથી થયું.
પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેનોમાં બેરહમપુર-ટાટા, રાઉરકેલા-હાવડા, દેવઘર-બનારસ, હાવડા-ગયા અને હાવડા-ભાગલપુરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી છેલ્લા એક કલાકથી રાંચી એરપોર્ટ પર હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ કહ્યું કે જમશેદપુરમાં સતત વરસાદને કારણે પ્રધાનમંત્રીનો રોડ શો સ્થગિત કરવામાં આવ્યો છે.