Site icon Revoi.in

પીએમ મોદીએ ડબલ ડેકર ગુડ્સ ટ્રેનને લીલીઝંડી બતાવી –  કહ્યું, ‘આ કોરિડોર દેશના ઝડપી વિકાસનો કોરિડોર છે’

Social Share

દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો. આ સમય દરમિયાન પીએમ મોદીએ અવી માલગાડી ટ્રેનને લીલીઝંડી બતાવી  હતી કે જેની લંબાઈ 1.5  કિમી છે અને આ માલગાડીમાં  ડબલ કન્ટેનર લઇ જવાની વ્યવસ્થા પણ છે જે દેશના વિકાસમાં વેગ આપવાનું મહત્વનું કાર્ય કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જે આધુનિક ભારતમાં વિકાસના વેગમાં ગતિ આપી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે, આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ઝડપથી પગલા આગળ વધી રહ્યા છે. આજે દરેક ભારતીયનો આહ્વાન છે, ન તો આપણે અટકીશું, કે ન કંટાળીશું. આ નવા કોરિડોરને ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં ગુડ્ઝ ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જે ગતિ પહેલા 25 કેએમપીએચ હતી તે હવે વધારીને 90 કેએમપીએચ કરવામાં આવી રહી છે. પીએમએ કહ્યું કે આ કોરિડોર આધુનિક નૂર ટ્રેનો માટેનો માર્ગ જ નથી, પરંતુ તે દેશના ઝડપી વિકાસનો કોરિડોર પણ છે. આ કોરિડોરથી રાજસ્થાનના હરિયાણાના ડઝનબંધ જિલ્લાઓમાં સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે.

તેમના સંબોઘનમાં પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે દેશમાં વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં વીજળી-પાણી-ઇન્ટરનેટ-રોડ-હાઉસ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સાથોસાથ, અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો કરવામાં આવી રહ્યા છે. દેશમાં નૂર કોરિડોર ઉપરાંત આર્થિક કોરિડોર અને ડ્ફેન્સ કોરિડોર જેવી વ્યવસ્થા પણ નિર્માણ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે જાપાન પણ ભારતની વિકાસ યાત્રામાં સૌથી મોટો ભાગીદાર રહ્યો છે. જાપાન આ કોરિડોરના નિર્માણને ટેકો આપી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ પહેલા રેલ્વે મુસાફરોનો અનુભવ ખૂબ જ મુશ્કેલી વાળો રહ્યો હતો, પરંતુ હવે બુકિંગથી લઈને સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓ અને ગતિ પર ધ્યાન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષમાં નવી રેલ્વે લાઇનો, રેલ્વે લાઇનોને બ્રોડ કરવી અને વીજળીકરણ પર મોટો રોકાણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ઉત્તર પૂર્વના દરેક રાજ્યોની રાજધાની પણ રેલવે દ્વારા જોડવામાં આવશે.

સાહિન-