Site icon Revoi.in

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

Social Share

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે.

ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા અરવિંદ કેજરીવાલની પાછળ  આ મુશ્કેલ સમયમાં ચટ્ટાનની જેમ ઉભા રહેશે. મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ગુરુવારે રાત્રે ધરપકડ રહી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ છે કે કેજરીવાલ એક દેશભક્ત છે અને આ પ્રકરણમાં તેઓ મોટા નેતા તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યુ છે કે કેજરીવાલ કોઈ વ્યક્તિ નથી, પણ એક વિચાર છે.

ભગવંત માને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર સીમાવર્તી રાજ્ય સાથે ભેદભાવ દાખવવાનો આરોપ લગાવીને આની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે જો તે ભાજપના નિયંત્રણમાં હોત, તો તેઓ રાષ્ટ્રગાનમાંથી પંજાબ શબ્દને પણ હટાવી દેત.

પંજાબના સીએમ ભગવંત માને એએનઆઈની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ભાજપ દેશમાં સૌથી વધુ હેટ સ્પીચના મામલામાં સંડોવાયેલું છે. તેમણે આમ આદમી પાર્ટી મહોલ્લા ક્લિનિક માટે નેશનલ હેલ્થ મિશનનું ફંડ અટકાવ્યું છે. તેઓ પંજાબના ટેબ્લોને અટકાવીને પંજાબ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાની હિંમત કેવી રીતે કરી શકે. જો તેમના હાથમાં હોત, તો તેઓ રાષ્ટ્રગાનમાંથી પંજાબ શબ્દ હટાવી દેત.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપની ઝાટકણી કાઢતા આરોપ લગાવ્યો છેકે તેઓ તાનાશાહીને આગળ વધારી રહ્યા છે અને લોકસભા ચૂંટણીમાં કોઈ વિપક્ષી નેતા પ્રચાર કરે તેવું ઈચ્છતા નથી.

ભગવંત માને કહ્યુ છે કે આ દેશમાં લોકશાહી ક્યાં છે. રશિયામાં પુતિનને 88 ટકા વોટ મળ્યા હતા. તેઓ પુતિનના માર્ગને અનુસરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિમાં એક્સાઈઝ પોલિસીના મામલામાં ઈડીએ સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે રાત્રે એરેસ્ટ કર્યા હતા.

એરેસ્ટ થયા બાદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી હતી કે તેમનું જીવન દેશને સમર્પિત છે, તેઓ જેલની અંદર હોય કે બહાર.