દિલ્હીઃ દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહી વિદેશના પણ લોકલાડીલા નેતા છે,ભારતની જનતાનો સતત પીએમ મોદી પ્રત્યેનો પ્રેમ વઘતો જઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીએ પણ પોતાના પ્રસંશકોને ખુશ કરતા રહે છે.આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે જે પ્રમાણે પીએમ મોદીએ એક બાળકીને પત્ર લખ્યો છે અને તેનો આભાર માન્યો છે, ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
વાત જાણે એવી હતી કે નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના કાંકેરમાં ચૂંટણી રેલી દરમિયાન આકાંક્ષા નામની છોકરીને આપેલું વચન હવે પૂરું કર્યું છે. પીએમ મોદીએ કાંકેરમાં ચૂંટણી સભાનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યારે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર પોસ્ટર પકડેલી એક બાળકી પર પડી હતી આ બાળકીનું નામ છે આકાંશા
આ પોસ્ટરમાં ખાસ વાત એ હતી કે આ પોસ્ટર પોતે પીએમ મોદીનું હતું તે પીએમ મોદીનો સ્કેચ હતો. જ્યારે તેમણે બાળકી હાથમાં પોતાનો સ્કેચ જોયો ત્યારે તે ખૂબ જ ખુશ થયા અને કહ્યું – સ્કેચ પર તમારું સરનામું લખો, હું એક પત્ર લખીશ. ત્યારે હવે હવે પીએમ મોદીએ પોતાનું વચન નિભાવતા આ સ્કેચ બનાવનારી બાળકી આકાંક્ષાને પત્ર લખ્યો છે.
શું લખ્યું પીએમ મોદીએ બાળકીને લખેલા પત્રમાં જાણો઼
પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ પોતાના પત્રમાં છત્તીસગઢના કાંકેરની આકાંક્ષા નામની યુવતીનો આભાર માન્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે શુભેચ્છાઓ અને આશીર્વાદ. કાંકરના કાર્યક્રમમાં તમે જે સ્કેચ લાવ્યા હતા. તેણી મારી પાસે પહોંચી ગયો છે. આ સુંદર સ્કેચ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પીએમ મોદીએ આજ પત્રમાં આગળ એમ લખ્યું છે કે તમે મોટી સફળતા સાથે આગળ વધો અને તમારી સફળતાઓથી તમારા પરિવાર, સમાજ અને દેશને ગૌરવ અપાવશો. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
એટલું જ નહી પીએમે આગળ લખ્યું કે આગામી 25 વર્ષ તમારા જેવી નાની દીકરીઓ માટે મહત્વપૂર્ણ છે. આ વર્ષોમાં, અમારી યુવા પેઢી, ખાસ કરીને તમારા જેવી દીકરીઓ તેમના સપના પૂરા કરશે અને દેશના ભવિષ્યને નવી દિશા આપશે.