Site icon Revoi.in

પીએમ મોદીએ રતન ટાટાને આપી મોટી જવાબદારી,પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા

Social Share

મુંબઈ:દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ સિવાય દેશની કેટલીક અન્ય મોટી હસ્તીઓને પણ સલાહકાર જૂથમાં નામાંકિત કરવામાં આવી છે.તેમાં કહેવવામાં આવ્યું છે કે,એડવાઈઝરી બોર્ડમાં પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ CEO આનંદ શાહને નામાંકિત કરવામાં આવ્યા છે.

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા.આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. PM CARES ફંડની રચના 2020માં કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી રાહત તરીકે કરવામાં આવી હતી.આ ફંડના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.