Site icon Revoi.in

છત્તીસગઢને પીએમ મોદીએ કરોડોની આપી ભેંટ – 8 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Social Share

 

રાયગઢઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની રાજધાની રાયપુરની મુલાકાતે છે અહી તેમણે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું છે,આજ રોજ સવારે 10 કલાકેને 45 મિનિટે તેઓ અહીં આવી પહોચ્યા હતદા ત્યાર બાદ તેઓ કાર્યક્રમ સ્થળ પરએરપોર્ટથી હેલિકોપ્ટરના માધ્યમથી સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પહોંચ્યા.

પીએમ મોદીએ આ દરમિયાન રેલ અને રોડ સંબંધિત પાંચ કેન્દ્રીય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન રાજ્યની જનતાને લગભગ 7500 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી.

 પ્રાપ્ત જાણકારી પ્રમાણે  પીએમ મોદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 ના 33 કિલોમીટર લાંબા રાયપુર-કોડેબોડ વિભાગના ચાર-માર્ગીકરણ અને એનએચ-130ના બિલાસપુરથી પથરાપાલી વિભાગના 53 કિલોમીટર લાંબા ચાર-માર્ગીકરણનું ઉદ્ઘાટન કર્યું. 

આ સહીત પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ  એમ પણ કહ્યું હતું કે છત્તીસગઢની વિકાસ યાત્રામાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ  દિવસ છે.આજે છત્તીસગઢને 7,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. આ ભેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે, કનેક્ટિવિટી માટે છે. જે અહીના લોકોનું જીવનને સરળ બનાવશે.

પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે ભારત સરકારના આ પ્રોજેક્ટ્સથી અહીં રોજગારની ઘણી નવી તકો સાપડશે. ડાંગર ખેડૂતો, ખનિજ સંપત્તિ અને પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને પણ આ પ્રોજેક્ટ્સથી ઘણો ફાયદો થશે.

આ સહીત આઘુનિક ઈન્ફાસ્ટક્ચરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેનો બીજો એક મોટો ફાયદો છે, જેની વધુ ચર્ચા થતી નથી. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક ન્યાય સાથે પણ સંકળાયેલું છે. જેમણે સદીઓથી અન્યાય અને અસુવિધા સહન કરી હતી, ભારત સરકારે આજે તેમને આ આધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે.

પીએમ મોદીએરાયપુરમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર જોરદાર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે આ લોકો મારી પાછળ પડશે, મારી કબર ખોદવાની ધમકી આપશે, મારી વિરુદ્ધ ષડયંત્ર રચશે. પરંતુ તેઓ નથી જાણતા કે જે ડરી જાય છે તે મોદી ન હોઈ શકે.

વધુમાં આ  પ્રસંગે પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી અને તેના પર નિશાન સાઘતા કહ્યું કે  જ્યારે હું કહું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારના કમિશનની ગેરંટી છે, ત્યારે કેટલાક લોકો ગુસ્સો કરે  છે અને તેઓ મોદીને ખરાબ કહેવા લાગે છે, તેઓનો ગુસ્સો એ વાતનો પુરાવો છે કે અમારી સરકાર સાચી દિશામાં  કાર્યરત છે અને આગળ વધતી જઈ રહી છે.