પીએમ મોદીએ 6 રાજ્યોમાં ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’નો શિલાન્યાસ કરીને સસ્તા મકાનોની આપી ભેટ- જાણો કયા શહેરોમાં નિર્માણ પામશે, અને શું હશે તેની કિમંત
- પીએમ મોદીએ સસ્તા મકાનોની ગુજરાતને આપી ભેટ
- છ રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ નિમિત્તે શહેરી ભારતની રુપ રેખા બદલવાની દિશામાં મહત્વની ઘોષણા કરી. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ ઇન્ડિયા હેઠળ છ રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ સાથે, વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાને હાઉસિંગ સ્કીમના અમલીકરણમાં શ્રેષ્ઠતા માટે વાર્ષિક એવોર્ડ પણ રજૂ કર્યા હતા.
જોણો આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ શું છે- આ પ્રોજેક્ટ હેઠળ કેટલા મકાનો બનશે અને તેની કિમંત કેટલી હશે-જાણો
લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિળનાડુની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને ટકાઉ આવાસ પૂરા પાડવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ઇન્દોર, રાજકોટ, ચેન્નાઈ, રાંચી, અગરતલા અને લખનઉમાં લાઇટ હાઉસ બનાવવામાં આવી રહ્યા છે. આવા એક હજાર મકાનો દરેક જગ્યાએ બનાવવામાં આવનાર છે. આ બાંધકામ એક વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ પ્રસંગે ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી ઉપરાંત રાજ્યના રાજ્યપાલ અને ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિળનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક તકનીકી અને નવીન વિચારો ઉપર કામ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પ્રસંગે 54 નવીન રહેણાંક બાંધકામ તકનીકીઓનો સંગ્રહ પણ બહાર પાડ્યો.
ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરી ગરીબોને છત પૂરી પાડવા એલએચપી પ્રોજેક્ટ હેઠળ આર્થિક રીતે નબળા વિભાગ (EWS) માટે મકાનો બનાવવામાં આવશે. આ અંતર્ગત ઇડબ્લ્યુએસને માત્ર પાંચ લાખ રૂપિયામાં 415 ચોરસફૂટ ફ્લેટ મળશે.
આ મકાનોની કિંમત 12.59 લાખ રૂપિયા છે, જેમાંથી 7.83 લાખ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. એટલે કે, બાકીના 4.76 લાખ રૂપિયા લાભાર્થીઓને ચૂકવવા પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ ફ્લેટની ફાળવણી કરવામાં આવશે.
લાઇટ હાઉસ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે 14 માળનો ટાવર હશે અને તેની નીચે 1,040 ફ્લેટ બનાવવામાં આવશે. દરેક ફ્લેટ 415 ચોરસ ફૂટનો હશે. કાર્પેટ વિસ્તાર 34.50 ચોરસ મીટર હશે.
સાહિન-